ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને દર્દનાક મોત આપનાર તથ્ય પટેલની જામીન અરજી પર આજે સુનાવણી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. કોર્ટરૂમમાં વકીલો, આ કેસ સંલગ્ન પક્ષકારો અને પોલીસ સિવાય કોઈને બેસવાની પરમિશન નહીં. કોર્ટ માં દલીલ કરતા નિસાર વૈદ્યે જણાવ્યું હતું કે, તથ્યએ જાણી જોઈને અકસ્માત કર્યો નથી, ગાડી બેદરકારી રીતે ચલાવી તે માટે IPCની કલમ 304 ન લાગે. તથ્યનો ઈરાદો અકસ્માતનો નહોતો, આગળ ટોળું છે તેનું જ્ઞાન નહોતું. તથ્ય પર લાગેલ કલમો કાયદાકીય રીતે એક્સપ્લેન કરાઈ રહી છે. કાયદા પ્રમાણે 304ની કલમમાં વ્યક્તિને મારી નાખવાનો ઈરાદો હોવો જોઇએ, અહીં નથી. આમ દલીલો થઈ હતી.તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરવામાં આવી હતી. જેનો 19 ઓગસ્ટે ચૂકાદો આવવાનો હતો, પરંતુ ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા અક્ષર, કૃણાલ અને રોનક વતી એડવોકેટ દર્શન વેગડ દ્વારા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર વાંધા અરજી રજૂ કરી હતી. જેના કારણે હવે પ્રજ્ઞેશ પટેલની અરજી પર 21 ઓગસ્ટે ચૂકાદો સંભળાવતા અરજી નામંજૂર કરવામાં આવી છે. તથ્ય જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદ જેલમાં બંધ છે ત્યારે તેના વકીલ નિસાર વૈદ્યએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી હતી. જેના પર આજે સુનાવણી ચાલી રહી છે.તથ્યની જામીન અરજીમાં તેની ઉંમર 20 વર્ષની જ છે. કુમળી વયમાં તેને જેલમાં રખાય તો તેના મન પર માઠી અસર પડી શકે છે. તેનો અભ્યાસ પણ બાકી છે. તેણે જાણી જોઈને અકસ્માત કર્યો નથી. જેવી દલીલો આગળ ધરાઈ શકે છે.