રાષ્ટ્રીય

ચંદ્રયાન મિશન 3: સફળતાના ગણતરીના કલાકો જ બાકી

ઈસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું છે કે ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને લઈને તેમને વિશ્વાસ છે અને ક્યાંય કોઈ સમસ્યા નથી. બધું બરાબર ચાલી રહ્યું છે, તેથી અમને આ મિશનની સફળતાની ખાતરી છે. ઈસરોએ 70 કિમી દૂરથી લીધેલી ચંદ્રની તસવીર પણ પોસ્ટ કરી છે. આજે અને કાલે લેન્ડર અને રોવરનું ડબલ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે જેથી લેન્ડિંગ દરમિયાન અને પછી કોઈ સમસ્યા ન થાય. રશિયાના લુના 25ના ક્રેશ બાદ લોકોના મનમાં એક પ્રકારનો ડર છે. જોકે, ઈસરોના વડાનું કહેવું છે કે ચંદ્રયાન-3 મિશન પર તેની કોઈ અસર થવાની નથી. આગામી કલાકોમાં જ હવે ચંદ્રયાન ૩ ને ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેની પહેલા લેન્ડર અને રોવરનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે. ઇસરોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-3ના લેન્ડરને નિયત સમયે એટલે કે આવતીકાલે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે જ 25 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમાં 15 મિનિટ ઓફ ટેરર રેહસે એટલે કે છેલ્લી 15 મિનિટ ને ભયની 15 મિનિટ કહેવામાં આવે છે . આ 15 મિનિટ એ ખુબ અગત્યની હોય છે છેલ્લી 15 મિનિટ માં ત્યાં કોઈ પણ પ્રકારની ખામી ન આવે તેનું ધ્યાન રાખવાનું અને સોફ્ટ લેન્ડિંગ કરવાની હોય છે . જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો આપણો દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર લેન્ડ કરનાર પહેલો દેશ બનશે. ચંદ્રયાનનું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડિબૂસ્ટિંગમાં, અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે. ચંદ્ર પર લેન્ડિંગના બે કલાક પહેલા, લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને ચંદ્ર પરની પરિસ્થિતિઓના આધારે તે નક્કી કરશે કે તે સમયે લેન્ડ કરવું યોગ્ય રહેશે કે નહીં. જો કોઈ પણ પરિબળ યોગ્ય હશે નહીં તો, 27 ઓગસ્ટે લેન્ડિંગ કરવામાં આવશે. મિશનની સફળતા માટે દેશમાં વિવિધ સ્થળોએ હવન કરવામાં આવી રહ્યા છે. આમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં કામાખ્યા મંદિર, મહારાષ્ટ્રના મુંબઈમાં શ્રી મઠ બાગંબરી ગદ્દી અને ચામુંડેશ્વરી શિવ મંદિરનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x