ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ: ઈસરો પર શુભેચ્છાઓનો થયો વરસાદ
ચંદ્રયાન દ્વારા ઈસરોએ વિરલ ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન -3 નું ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા ઈસરો પર ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી .આ ક્ષણ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે. વિકસિત ભારતના શંખની આ ક્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલે ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી. સફળતા સૂર્યોદયથી આજે તમામ ભારતીઓની છાતી ગર્વથી ફૂલી છે.
પ્રધાનમંત્રી મોદીએ અગત્યની જાહેરાત કરતાં કહ્યું કે, સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો હવે પછી આદિત્ય એલ-વન મિશન લોન્ચ કરશે. એ પછી શુક્ર પર પર ઈસરો સંશોધન કરશે. વધુમાં કોંગ્રેસ દ્વારા સલામી આપવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસે ઈસરોના વૈજ્ઞાનિકોને આપી શુભેચ્છા કહ્યું હતું કે આપણા ગુજરાતી વિક્રમ સારાભાઈનું સ્વપ્ન, ઈસરો + તેનાં ધુરંધર વૈજ્ઞાનિકો આજે INDIA ને ચંદ્ર પર લઇ ગયા!
પ્રધાનમંત્રીએ કહ્યું, “મારા પ્રિય પરિવારના સભ્યો! આવો ઈતિહાસ આપણી નજર સામે બનતો જોઈને આપણને ગર્વ થાય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રજીવનની ચેતના બની રહે છે. આ ક્ષણ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે.
છેલ્લા સાત દાયકામાં ચંદ્ર પર અત્યાર સુધીમાં 111 મિશન મોકલવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક સફળ રહ્યા હતા. અને કેટલાક નિષ્ફળ. અમુક મિશન ને આંશિક સફળતા મળી. ઈસરોના ભૂતપૂર્વ વડા જી. માધવન નાયરે પણ કહ્યું છે કે, ચંદ્ર મિશનમાં સફળતાની 50 ટકા શક્યતા છે. 1958 થી અત્યાર સુધી, ભારત, અમેરિકા, રશિયા, જાપાન, યુરોપિયન યુનિયન, ચીન અને ઇઝરાયેલે ચંદ્ર પર ઘણા મિશન મોકલ્યા. તેમાં ઇમ્પેક્ટર, ઓર્બિટર, લેન્ડર-રોવર અને ફ્લાયબાયનો સમાવેશ થાય છે. જો આપણે 2000 થી 2009ની વાત કરીએ તો ચંદ્ર મિશન નીચે મુજબ મોકલવામાં આવ્યા હતા.
યુરોપનું સ્માર્ટ-1,
જાપાનનું સેલેન,
ચીનનું ચાંગાઈ-1,
ભારતનું ચંદ્રયાન-1
અમેરિકાનું લુનર રિકોનિસન્સ ઓર્બિટર.