24 કલાકમાં થઈ શકે છે વરસાદ , હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતી આપી જાણકારી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે રાજ્ય પર એક વરસાદી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.જેથી કરીને આવનારા 24 કલાકમાં વધુ વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
આવનારા 24 કલાકમાં વધુ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ક્યાંક થોડોક તો ક્યાંક વધારે વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના જરકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં પણ આગાહી છે. મધ્ય ગુજરાત ના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.