ahemdabadગુજરાત

મુંબઈથી અમદાવાદ આવતી ઘણી ટ્રેનો રદ્દ કરવામાં આવી

         મુંબઈથી અમદાવાદ આવતી મોટા ભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે . કારણ કે પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન વચ્ચે ત્રીજી રેલવે લાઈનની કામગીરી ચાલી રહી છે. જેને સુરત યાર્ડ સાથે કનેક્ટ કરવાની હોવાથી 26થી 28 ઓગસ્ટ દરમિયાન મેગા બ્લોક લેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ થી મુંબઈ વચ્ચે 36 ટ્રેન રદ કરાઈ છે. ઈન્ટરલોકિંગ ન થવાનાં કારણે ટ્રેનો રદ્દ કરાઈ છે. તેમજ સુરતથી ઉધનાં વચ્ચે જોડાણમાં ઈન્ટરલોકિંગ ન થતા ટ્રેનો રદ્દ કરાઈ છે. અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો પર અસર પડશે. તેમજ 25 થી 28 ઓગસ્ટ સુધી ટ્રેનો પ્રભાવિત થશે.

          25થી 27 ઓગસ્ટ સુધી ભુજ – દાદર એક્સપ્રેસ વડોદરા સ્ટેશને અટકાવી ત્યાંથી જ ભૂજ માટે પરત મોકલાશે. જ્યારે 26 અને 27 ઓગસ્ટની નાગપુર – અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ ડાયવર્ટ રૂટ વાયા નાગપુર, ઈટારસી, સંત હિરદારામનગર, નાગદા, છાયાપુરી થઈ દોડશે. જ્યારે 28 ઓગસ્ટની દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દાદરથી બે કલાક મોડી ઉપડશે.

ઓગસ્ટમાં આ ટ્રેનો રદ કરાઈ

સ્થળ તારીખ
ભુજ -બાંદ્રા સુપરફાસ્ટ: 25
અજમેર-દાદર એક્સ.: 25-27
અમદાવાદ ડબલડેકર: 26
મહુવા-સુરત એક્સપ્રેસ: 27-28
ભુજ-બાંદ્રા એસી એક્સપ્રેસ: 26
અમદાવાદ-દાદર એક્સ.: 26-27
હાપા-મુંબઈ દુરંતો: 27-28
મહુવા-બાંદ્રા એક્સપ્રેસ: 26
ભગત કી કોઠી-બાંદ્રા: 26
બિકાનેર-દાદર એક્સ.: 26
અજમેર-બાંદ્રા એક્સપ્રેસ: 26
જેસલમેર-બાંદ્રા એક્સપ્રેસ: 26
બિકાનેર-બાંદ્રા સ્પેશિયલ: 26
બાડમેર-બાંદ્રા સ્પેશિયલ: 26
અજમેર-બાંદ્રા સ્પેશિયલ: 27
જામનગર-બાંદ્રા હમસફર: 27
ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ: 27
ચંડીગઢ-બાંદ્રા એક્સપ્રેસ: 27
બાંદ્ર -ભુજ એક્સપ્રેસ: 26
દાદર-અજમેર એક્સ.: 26-28
મુંબઈ ડબલડેકર: 26-28
સુરત – મહુવા એક્સપ્રેસ: 26-27
બાંદ્રા – ભુજ એસી એક્સપ્રેસ: 25
દાદર-અમદાવાદ: 26-27
મુંબઈ – હાપા એક્સપ્રેસ: 25-26
બાંદ્રા – મહુવા એક્સપ્રેસ: 25
બાંદ્રા – ભગત કી કોઠી: 25
દાદર-બિકાનેર એક્સપ્રેસ: 27
બાંદ્રા-અજમેર એક્સપ્રેસ: 27
બાંદ્રા -જેસલમેર એક્સપ્રેસ: 25
બાંદ્રા-બિકાનેર સ્પેશિયલ: 27
બાંદ્રા-બાડમેર એક્સપ્રેસ: 25
બાંદ્રા-અજમેર સ્પેશિયલ: 28

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x