રાજકોટમાં આરોગ્ય વિભાગ RGS ગૃહ ઉદ્યોગમાં દરોડા , ચણામાં જીવાત, ફૂગ, પથ્થર મળ્યા
રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં આવેલા RGS ગૃહ ઉદ્યોગમાં ચણાના ગોડાઉનમાંથી ખરાબ સ્થિતિમાં ચણા અને તેલનો જથ્થો મળી આવ્યો છે. ગોડાઉનમાં મુકેલા ચણાના દ્રશ્યો તમે જોશો તો તમે દાબેલા ચણા ખાતા પહેલા અટકાશો .આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ વિનાનો જથ્થો હોવાનું માલૂમ પડ્યું છે.
આરોગ્ય વિભાગે દરોડા પાડતા ગોડાઉન ખૂબ જ ખરાબ સ્થિતિમાં ચણા જોવા મળ્યા હતા તો ચણા જમીન પર ખુલ્લી જગ્યામાં પડેલા જોવા મળ્યા. જેમાં જીવાત, ફૂગ, પથ્થર પણ જોવા મળ્યા. એટલું જ નહીં તૈયાર થયેલા દાબેલા ચણાનો જથ્થો પણ ખુલ્લામાં નીચે ધૂળ સાથે પડેલો હતો. તો દાબેલા ચણા બનાવવામાં ઉપયોગમાં લેવાતું તેલ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યું. અહી મોટા પ્રમાણમાં મળી આવેલા હલકી કક્ષાના ચણામાં ફૂગ અને જીવાતો જોવા મળી હતી. જ્યારે તૈયાર થયેલા દાબેલા ચણાનો જથ્થો પણ દયનીય હાલતમાં જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય જથ્થાના નમૂના લઈ આગળની તપાસ હાથ ધરી છે.