પ્રિયંકા ગાંધીની રાજનીતિ : BJPના પ્રદેશ પ્રમુખની વહુ કોંગ્રેસનો હાથ પકડશે.
મિર્ઝાપૂર :
ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીના પગ મુકતાની સાથે જ વિપક્ષી દળો કોંગ્રેસ સાથે જોડાવા લાગ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની સંભાવના સેવવામાં આવી રહી છે. કોંગ્રેસ બીજેપીના ઘરમાંથી એક મોટા દાવેદારને ખેંચી જવાની તૈયારીમાં લાગી ચૂક્યું છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની વહુ અમૃતા પાંડે પ્રિયંકા ગાંધીની હાજરીમાં બુધવારે કોંગ્રેસનો હાથ પકડશે.
ઉત્તર પ્રદેશના બીજેપી અધ્યક્ષ મહેન્દ્રના પાંડેના ભાઈ જીતેન્દ્રનાથ પાંડેની વહુ અમૃતા પાંડેને કોંગ્રેસમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે માટે આજે પ્રિયંકા ગાંધી મિર્ઝાપૂરમાં તેની સાથે મુલાકાત કરશે. જે મીટીંગ સાંજે પાંચ વાગ્યે થવાની છે. કોંગ્રેસ સાથે જોડાવાના નિર્ણયને લઈને અમૃતા પાંડેએ કહ્યું કે, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી સાથે ખૂબ જૂનો સંબંધ છે. એવામાં પ્રિયંકા ગાંધી જ્યારે રાજનીતિમાં આવી ગઈ છે ત્યારે મેં પણ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. વધુમાં તેમણે પ્રધાનમંત્રીના રાજનૈતિક કરિયર પર પ્રહાર કરતા કહ્યું કે આવનારો સમય નરેન્દ્ર મોદીનો નહીં પણ કોંગ્રેસનો છે. નરેન્દ્ર મોદી આગામી ચૂંટણી લડશે કે નહીં તે પણ નક્કી નથી. જેથી રાજનીતિક ભવિષ્ય કોંગ્રેસનું છે. જેથી હું કોંગ્રેસ સાથે કદમ મિલાવું છું.
મહત્વપૂર્ણ છે કે અમૃતા પાંડેના પરિવારના લોકો પણ બીજેપીની વિચારધારા સાથે જોડાયેલા છે. પણ તેમનું મુળ ઘર તો કોંગ્રેસ છે. એવામાં તે ઘર વાપસી કરી રહી છે. અમૃતાએ મોદી સરકારના સમયમાં રહેલી સમસ્યાઓ પર પ્રહાર કરતા કહ્યું છે કે, બીજેપીએ બ્રાહ્મણ જ નહીં પણ તમામ સમાજને ઠગવાનો પ્રયત્ન કર્યો છે. યુવાનો, ખેડૂત અને વેપારીઓ તમામ લોકો પરેશાન છે.
ચૂંટણી લડવાના સવાલ પર અમૃતા પાંડેએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેનો હું સ્વીકાર છું. પણ હાલ તો પ્રિયંકા ગાંધી સાથે મળીને કામ કરવાનો હેતુ છે. કોંગ્રેસ પાર્ટી અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કમલાપતિ ત્રિપાઠી સાથે અમારો જૂનો સંબંધ છે.