32 કૌભાંડોના કારણે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પડી.
બનાસકાંઠા :
બનાસકાંઠામાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે શંકર ચૌધરીને કેમ ફરજ પડી તે અંગે સનસનીખેજ વિગતો બહાર આવી છે. આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ખુલ્લો પત્ર લખી ભાજપના મંત્રી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના કૌભાંડો જાહેર કર્યા હતા. તેને બે વર્ષ થયા છતાં તેની તપાસ ગુજરાત સરકારે કે ભાજપે કરી નથી. શંકર ચૌધરીએ બનાસકાંઠાની લોકસભાની ટિકિટ માંગી પણ તેણે ઉમેદવારી પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું કારણ કે જો તેઓ ઉભા રહે તો આ 32 કૌભાંડ તેમને પરેશાન કરી શકે અને શંકર ચૌધરી હારી જાય તેમ હતા.
કેવા છે એ 32 કૌભાંડો
1-ભારતીય જાનતા પાર્ટી ની રાધનપુરમાંથી ભાજપના તત્કાલીન મહામંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી શંરસિંહ વાઘેલા સામે લડવા ટિકિટ અપાવી અને હારી ગયા ત્યારે રાધનપુર ખાતે મેમાભાઇની હોસ્ટેલમાં રૂ.2000ના પગારથી ગૃહપતિ હતા.
2 – પ્રથમ વાર રાધનપુર-સાંતલપુરના ધારાસભ્ય બન્યા ત્યારે ગાડી અને મકાન લોન પર લીધાં અને તેના હપ્તા ઓવરડ્યુ થઈ ગયા હતા. વડનગરમાં ભાઈઓ સાથે 25 વીઘા બાપીકી જમીન હતી.
3 – ધારાસભ્ય બન્યા પછી ધાક-ધમકીઓ, મારા-મારી કરતા શીખ્યા અને લોકો પાસેથી છેતરપીંડી કરી પૈસા ભેગા કરતા થયા હતા.
4 – લુચ્ચાઈ અને કપટ કરી બનાસ ડીસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના સારા વ્યક્તિને ખોટી રીતે ગેરલાયક ઠેરવી ચેરમેન બન્યા. બેન્કમાંથી ભ્રષ્ટાચાર કરી કરોડોની મિલકત વસાવવાનું શરૂ કર્યું હતું.
5 – બનાસબેંક ના ચેરમેન બન્યા પછી તમારી પાપની કમાઈ, ભ્રષ્ટાચાર ના પૈસા, વૈધનાથ કમિટી દ્વારા બનાસકાંઠા જીલ્લામાં આવેલા પૈસા, દેવા નાબુદી દ્વારા બનાસબેંકમાં આવેલા પૈસા, ખોટી લોનો ના નાણા , બનાસબેંકની હાથ ઉપરની શીલક ના નાણા આ કરોડો રૂપિયા ભેગા કરી મિલકતો વસાવી છે.
6 – રાધનપુર તાલુકામાં 500 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.
7 – સાંતલપુર તાલુકામાં 425 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.
8 – ચારણકા તા.-સાંતલપુરમાં સોલાર માટે આપેલી જમીન.
9 – શરદ સોલ્ટ પાસેથી ધાક-ધમકી ના રૂપમાં મેળવેલા નાણા તથા જમીન.
10 – રાધનપુર શહેરમાં તેમના ભાઈ, ભત્રીજા અને ભાણેજના નામે રૂ.150 કરોડ કરતા વધારેની જમીન.
11 – ભાભર તાલુકામાં હરી આચાર્ય, વિનોદ ગોક્લાણી, ડો.દેવજી ચૌધરીની ભાગીદારીમાં રૂ.100 કરોડ કરતા વધારે ના શોપિંગ સેન્ટરો.
12 – ડો. દેવજી ચૌધરી સાથે ભાગીદારીમાં રાધનપુરમાં મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ.
13 – પાટણ-ચાણસ્મા-હારીજ-ગાંધીધામ-સામખીયાનીમાં રૂ.100 કરોડની જમીન.
14 – વાવ-ભાભર-દિયોદર-સુઈગામ-કાંકરેજમાં ખેતીની જમીન તથા શોપિંગ સેન્ટર.
15 – દિયોદર, ભાભર, ઢીમા, લાખણી, દાંતીવાડા, નેનાવામાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ માર્કેટયાર્ડ બનાવી તેમાં ભાગીદારનો હિસ્સો 50% છે.
16 – મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ડીસા, પાલનપુર માં કરોડો રૂપિયાની જમીનો ખરીદી, વેચાણ તથા મલ્ટીપ્લેક્ષ શોપિંગ સેન્ટર બનાવ્યા હતા.
17 – વડગામ માર્કેટયાર્ડ, ભાભર માર્કેટયાર્ડ, પાંથાવાડા માર્કેટયાર્ડ, ધાનેરા માર્કેટયાર્ડ, ડીસા માર્કેટયાર્ડ, રાધનપુર માર્કેટયાર્ડ માંથી દર મહીને બેનામી આવક.
18 ડો.દેવજીભાઈ, માવજીભાઈ દેસાઈ(ડીસા), હરીભાઈ આચાર્ય (ભાભર), વિનોદભાઈ ગોક્લાણી(રાધનપુર), પ્રવીણ મહાલક્ષ્મી(રાધનપુર), અશોક ચૌધરી(મહેસાણા), વિપુલ ચૌધરી (મહેસાણા), ફલજી ચૌધરી(મગરવાડા), લાલજીભાઈ ચૌધરી(ભાભર), અણદાભાઈ પટેલ (કાંકરેજ) આ બધા તેમના ભાગીદાર છે.
19 – કોંગ્રસના આગેવાન અર્જુન મોઢવાડિયા અને સિદ્ધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ તેમના ભાગીદાર છે.
20 – સિદ્ધપુર ખાતે ગોકુલ લોજીસ્ટીક કંપનીમાં તેમનો ભાણો ભાગીદાર છે.
21 – માણસા તાલુકાના એન.ડી.ચૌધરી સાથે ભાગીદારી હતી જેમાં નાણાંકીય બાબતોને લઈ તમે ધાક-ધમકી આપેલી.
22 – ગાંધીનગરનો આલીશાન બંગલો અને બોરુડાનું આલીશાન ફાર્મ હાઉસ છે.
23 – બનાસબેંકના વહીવટમાં મામા-ભાણાની કંપની મળી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને બેન્કની તિજોરી ના તળિયા ઝાટક કરી છે.
24 – છેલ્લા 10 વર્ષમાં તમારા, તમારા નાનાભાઈ, તમારા ભાણા, તમારી બહેનો, તમારા બનેવી ના એન્કટેક્ષ રીપોર્ટ અને કાયદેસરનો ભરેલો ટેક્ષ રજુ કરો.
25 – 2014-15માં બનાસના પુરની સહાયના નાણા તમારા એજન્ટ અધિકારી શેખની સાથે મળી કરોડો રૂપિયા બનાવ્યા.
26 – નોટબંધી આવી ત્યારે તેઓ બનાસબેંકના ચેરમેન હતા અને રૂ.250 કરોડની ચલણી નોટો બદલાવી હતી.
27 – રૂ.250 કરોડ બદલાવ્યા બાદ અણદાભાઈ પટેલ કે અન્ય કોઈને ચેરમેન ના બનાવ્યા અને જિલ્લા બહારના માણસને કેમ ચેરમેન બનાવ્યા ?
28 – બનાસડેરીની ચૂટણીમાં તમારા વિશ્વાસુ ચૂંટાયેલા અને નીમાયેલા ડીરેકટર પૈકી કેશરભાઈ ચૌધરી અને અન્ય ડીરેક્ટરો એવું કહે છે કે અમે મત પેટીઓ બદલાવી છે અને એ પણ ડીસાના માર્કેટયાર્ડમાં બધું ગોઠવી પાટણ જીલ્લાના પાર્સીંગ વાળી અને કાળા કાચવાળી ચાલતી ગાડીઓમાં પોલીસને પણ સાથે ના રાખી મતપેટીમાંથી મતો બદલાવી દીધા એ સાચી વાત છે ? આ મત પેટીઓ માંથી મત બદલાવનાર તમારા વિશ્વાસુ અને વાવ તાલુકાના બોરુ ગામના સરતાન દેસાઈ નો ભાઈ અને ચુંટણી અધિકારી શેખ એ મળી મતપેટીઓ બદલાવી હતી.
29 – બનાસડેરીમાં તેમના સાળીના દીકરા ભાણા પાસે વહીવટ કરાવેલો છે. તમારી સાળીનો દીકરો બી.કોમ, એમ.કોમ છે એને રૂ.1,50,000 (દોઢ લાખ ) પગાર આપો છો.
30 – રાધનપુરમાં કોમી તોફાનોમાં તમે જેમના ઘરે રોકાતા એવા વીરેન દોષી જે માણસોના ડોકટર છે એમને પશુપાલનની ખબર નથી તેમ છતાં રી.2 લાખના પગાર આપી ડેરી સીનીયર જનરલ મેનેજર બનાવ્યા છે.
31 – વાવ-થરાદ વિસ્તારમાં કેનાલો નું કામ અને એની પાસેના રોડ બનાવવાના કામોમાં તમામમાં તેમનો ભાગીદાર કોન્ટ્રાકટર છે.
32 – 15 વર્ષમાં રૂ.2000ના પગારમાંથી રૂ.20000 કરોડના માલિક બન્યા તે કઈ આવક ઉપર ? તે જાહેર કરો.