બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓનું પેન્શન 100%ના ધોરણે ફરી નક્કી કરાશે
રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21-03-2020નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100 ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે. જોકે કર્મચારીઓએ પેન્શન વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે.