વડોદરામાં આજથી પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ, 200થી વધુ પોલીસ જવાનો જોડાશે
વડોદરા પોલીસ દ્વારા આજથી સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગસાઇડ વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં આજથી પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવમાં 200થી વધુ પોલીસ જવાનો જોડાશે, જેમાં ખાસ કરીને રોંગસાઇડ વાહન ચલાવતા ચાલકો અને વાહન ચલાવતા સમયે ફોન પર વાત કરતા લોકો સામે કાર્યવાહી કરાશે. આ સાથે નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ ફટકાવામાં આવશે. નોંધનિય છે કે, રાજ્યમાં ટ્રાફિક નિયમના ભંગ કરતાં લોકોની બેદરકારીના કારણે જ અમુક અકસ્માત સર્જાતાં હોય છે. આ સાથે CCTV વગરના 23 સ્થળો પર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. આ ડ્રાઈવ હેઠળ નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે.