ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

2019 લોકસભા ચૂંટણી : લાખો મતોનો હિસાબ નથી મળતો…. તો હજુ ચૂંટણી પંચ મૌન કેમ….?

દિલ્હી :

લોકસભાના ચૂંટણી પરિણામોમાં દેશભરમાં ભાજપ અને NDA ગઠબંધન સૌની ધારણાથી વિપરિત પ્રચંડ બહુમતી મેળવી એથી વિપક્ષો તીવ્ર આઘાતમાં સરી પડ્યા છે. પરંતુ હવે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર જાહેર થયેલ સત્તાવાર પરિણામોમાં આંકડાની ભારે વિસંગતતા જોવા મળે છે એથી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી અંગેનો વિવાદ નવેસરથી જોર પકડે તેવી શક્યતા છે. વેબસાઈટ પર પંચે દર્શાવેલા આંકડા મુજબ, 7 તબક્કામાં દેશભરમાં કુલ 60,79,87,823 (60.79 કરોડ) લોકોએ મતદાન કર્યું હતું. તેની સામે મત ગણતરીના દિવસે 61,09,83,020 (61.09 કરોડ) મતોની ગણતરી કરવામાં આવી હતી. એ જોતાં પડેલાં મતની સરખામણીએ 29,95,197 (29.95 લાખ) મત વધુ ગણાયા છે. એક એક મતને અમૂલ્ય અને પવિત્ર માનવામાં આવે છે ત્યારે આશરે 30 લાખ મતોનો આવો ગોટાળો ગળે ઉતરે તેમ નથી. આ અંગે ચૂંટણી પંચે સત્વરે સ્પષ્ટતા કરવી જોઈએ.
ક્યાંક લાખો મત ઉમેરાયા, ક્યાંક લાખો ગાયબ થયા પ્રત્યેક મત મૂલ્યવાન હોવાથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના અંતે પડેલા મત અને ગણાયેલા મતનો તાળો મળવો અનિવાર્ય ગણાય છે. આ હિસાબ ચૂંટણી પંચે આપવાનો રહે છે. મતદાન વખતે બે પ્રકારે મત પડતાં હોય છેઃ EVM વોટ અને પોસ્ટલ બેલેટ વોટ. એ બંનેનો સરવાળો થયેલ મતદાન જેટલો થવો જોઈએ. તેને બદલે મોટાભાગના રાજ્યોમાં જંગી તફાવત જોવા મળે છે. દેશના સૌથી મોટા અને રાજકીય દૃષ્ટિએ નિર્ણાયક ગણાતાં ઉત્તરપ્રદેશમાં મતોનો તફાવત 28 લાખ જેટલો ગંજાવર છે. અહીં થયેલાં મતદાન કરતાં 28 લાખ મત વધુ ગણાયા છે. જ્યારે પંજાબમાં થયેલ મતદાન કરતાં 10 લાખ મત ઓછા ગણતરીમાં લેવાયા હોવાનું ચૂંટણી પંચની વેબસાઈટના આંકડાઓ પરથી પ્રતીત થાય છે. ઉમેરાયેલા અને ગાયબ થયેલા લાખો મતોના તફાવત અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ.
ઉત્તરપ્રદેશના આંકડાઓમાં ખૂબ જ મોટી વિસંગતતા જોવા મળે છે. અહીં 8,39,85,343 (8.36 કરોડ) લોકોએ મતદાન કર્યું હતું. પરંતુ જયારે ગણતરી કરવામાં આવી ત્યારે 8,64,79,389 (8.64 કરોડ) મત નીકળ્યા હતા. એટલે કે, 25.33 લાખ મત વધારે ગણવામાં આવ્યા હતા. આટલી જંગી સંખ્યામાં મત ક્યાંથી આવ્યા એ સમજી શકાય તેમ નથી. પોસ્ટલ બેલેટથી મતદાન થયું હોય તો પણ એ સંખ્યા આટલી મોટી કદી ન હોઈ શકે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશીએ જણાવ્યું હતું કે, ‘આટલો મોટો તફાવત ગળે ઉતરે તેમ નથી. આ અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ તેમજ કોઈએ અદાલત સમક્ષ પણ અરજ કરવી જોઈએ.’ વર્ષ 2006-09 દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂકેલા એન. ગોપાલાસ્વામીએ પણ તફાવતને આશ્ચર્યજનક રીતે મોટો ગણાવતા ઉમેર્યું હતું કે, ‘સાધારણ રીતે ફોર્મ 17-A અનુસાર થયેલ મતદાન (પોસ્ટલ બેલેટ) ઉમેર્યા પછી કુલ મતોની ગણતરી ચૂંટણી પંચે આપવાની હોય છે. અહીં એ ઉમેરો થયો છે કે નહિ એ કહી શકાય નહિ. જોકે પોસ્ટલ બેલેટની સંખ્યા આ તફાવતથી ઘણી ઓછી છે એ જોતાં ચૂંટણી પંચ સત્તાવાર સ્પષ્ટતા કરે એ પછી જ ખ્યાલ આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x