J&Kમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા લડતા ભારતીય સૈન્યના 31 જવાનો શહીદ
જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા લડતા ભારતીય સૈન્યના 31 જવાનોએ શહીદી વહોરી હતી. તેમાંથી ત્રણ જવાન પેટ્રોલિંગ મિશન દરમિયાન શહીદ થયા છે જ્યારે જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા એનકાઉન્ટરમાં 28 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં ઘણા એન્કાઉન્ટર થયા હતા. જોકે તેમાં નવમાં જવાનો શહીદ થયા હતા. છ અથડામણ જમ્મુ ડિવિઝનમાં જ્યારે ત્રણ ખીણ વિસ્તારમાં થઇ હતી. જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં આ વર્ષે 21 જવાન શહીદ થયા છે જ્યારે ખીણમાં ઓપરેશન દરમિયાન સાત જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

