ડીપફેક વીડિયોને લઈ સરકાર સખ્ત: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી માર્ગદર્શિકા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો કથિત વીડિયો વાયરલ થયા પછી ડીપફેકનો વિવાદ વકર્યો છે. આ ઘટના બાદ એક પછી એક ત્રણથી ચાર અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પ્રકારના ડીપફેક વીડિયોથી હકીકત અને જુઠ્ઠાણા વચ્ચેનું અંતર જાણે ખતમ થઈ ગયું છે, જેનાથી સરકાર ચિંતિત છે. સરકારે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તેમને કાયદાકીય પગલાં લેવાની પણ ચેતવણી આપી છે.સરકારે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ (અગાઉની ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે મંગળવારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને કહ્યું છે કે વર્તમાન આઈટી નિયમો હેઠળ તેમણે ડીપફેક વીડિયોઝ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારના વીડિયો સામે સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તેને તેને તેમના પ્લેટફોર્મ્સ પરથી હટાવવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ આકરી કાયદાકીય કાર્યવાહી કરાશે.