સેન્સેક્સની 72332 પોઇન્ટના સ્તરે શરૂઆત
Stock Market Opening (02 January 2024)
SENSEX : 72,332.85 +60.91 (0.084%)
NIFTY : 21,751.35 +9.45 (0.043%
આજે મંગળવારે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે તેવા સંકેત વચ્ચે શરૂઆત ફલેટ થઇ અને કારોબાર ગણતરીના સમયમાં લાલ નિશાન નીચે સરકી ગયો છે. બજારના મુખ્ય સૂચકાંકો નજીવા વધારા સાથે શરૂ થયા હતા પણ તેજી ટકી ન હતી. વૈશ્વિક સંકેતો નબળા છે. રજાઓ બાદ ખુલેલા વૈશ્વિક બજારમાં નિરાશ માહોલ રહે છે. ગિફ્ટ નિફ્ટી 21900ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.આ પહેલા સોમવારે સેન્સેક્સ 31 પોઈન્ટ વધીને 72,271 પર બંધ થયો હતો.