કાલથી ઓલિમ્પિક: બેઇજિંગમાં 3, લંડનમાં 6; રિયોમાં ભારતને 12 મેડલની આશા
રિયો ડિ જેનેરિયો: રિયો ઓલિમ્પિક ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 4:30 કલાકે શરૂ થશે. આ દિવસે શૂટિંગ, હોકી સહિત ભારતના કેટલાક મુકાબલા યોજાશે. બેઇજિંગમાં ભારતે 3, લંડનમાં 6 મેડલ જીત્યા હતા. આ વખતે 12 મેડલની આશા કરવામાં આવી રહી છે. દૂરદર્શન અને સ્ટાર સ્પોર્ટ્સ પર ઓલિમ્પિકનું લાઇવ કવરેજ થશે.
119 ખેલાડી 15 રમતમાં લેશે ભાગ
– ભારતના 119 ખેલાડી 15 રમતમાં ભાગ લેશે.
– ભારતનું ઓલિમ્પિકમાં આ સૌથી મોટું દળ છે. લંડન ગેમ્સ (2012)માં 83 ખેલાડી હતા.
– ભારતીય દળમાં 56 મહિલા ખેલાડી છે. જેમાંથી 5 મેડલની દાવેદાર છે.
– ભારત માટે 6,7,8,12,13,15,17,18,19 અને 21 ઓગસ્ટ મહત્વનો દિવસ છે.
– 19 ઓગસ્ટે માલુમ પડશે કે નરસિંહ યાદવ રિયોમાં ભાગ લેશે કે નહી.
– ભારતને જે રમતમાં મેડલની આશા છે તેમાં શૂટિંગ, તીરંદાજી, રેસલિંગ, બોક્સિંગ, બેડમિન્ટન અને ટેનિસ છે.
– પરેડમાં ભારત 95 નંબરે છે. ભારતનો ધ્વજ અભિનવ બિન્દ્રા (શૂટિંગ) પકડશે.
આ દિવસે આ ખેલાડીઓ પર રહેશે નજર
# 13-14 ઓગસ્ટ: 100 મીટર દૌડ. યૂસેન બોલ્ટ હારશે કે બનાવશે નવો રેકોર્ડ.
# 9,10 ઓગસ્ટ: સ્વીમિંગ. સંન્યાસમાંથી પરત ફરેલ માઇકલ ફ્લેપ્સ ગોલ્ડ જીતશે કે ખાલી હાથે પરત ફરશે. ફેલ્પ્સ 18 ગોલ્ડ સહિત 22 મેડલ જીતી ચુક્યો છે. ઓલિમ્પિકમાં આ કોઇ ખેલાડીના સૌથી વધુ ગોલ્ડ છે.
અમેરિકાની 1000માં ગોલ્ડ પર નજર
# અમેરિકાની 1000માં ગોલ્ડ પર નજર રહેશે. 976 ગોલ્ડ જીતીને તે નંબર વન છે. ભારત 51st નંબર પર છે.
# ઓલિમ્પિકના ઇનોગરેશન પર 2.1 કરોડ ડોલરનો ખર્ચ થશે.
17 દિવસ સુધી આ 8 મુકાબલા પર વિશ્વની નજર
1. 100 મીટર દૌડ: બોલ્ટ Vs ગૈટલિન. વર્લ્ડ ચેમ્પિયનશિપ-2015માં બોલ્ટે 100 મી., 200 મી. રેસમાં ગૈટલિનને પાછળ છોડી ગોલ્ડ જીત્યો હતો. ગત બે ઓલિમ્પિકમાં બોલ્ટે 100 મીટર, 200 મીટર અને 4 ગણા 100માં ગોલ્ડ મેડલ જીત્યો. ઓલિમ્પિક-2004માં 100 મી.માં ગૈટલિને ગોલ્ડ જીત્યો હતો.
2. પુરુષ બેડમિન્ટન: લિન ડૈન (ચીન), અને લી ચોંગ વેર્ઇ (મલેશિયા) વચ્ચે 31 મુકાબલા રમાયા હતા. લિન ડૈને 22 જીત્યા હતા. બન્ને બેઇજિંગ અને લંડન ઓલિમ્પિક ફાઇનલમાં આમને-સામને થયા હતા. લિન ડૈન ચેમ્પિયન બન્યો હતો. લી ચોંગ ચેઇની રેન્કિંગ 1 છે જ્યારે ડૈનની 3 છે.
3. પુરુષ સ્વીમિંગ: ફેલ્પ્સને ચાડ લી ક્લોસ પડકાર આપશે. દક્ષિણ આફ્રિકાના ક્લોસે 2012માં 100 મીટરમાં ફેલ્પ્સને પાછળ છોડીને ગોલ્ડ જીત્યો હતો.
ફેલ્પ્સે 2012 ઓલિમ્પિકમાં 4 ગોલ્ડ જીત્યા હતા.
4. પુરુષ ટેનિસ: 2008 ઓલિમ્પિકમાં એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં હાર્યો હતો. સર્બિયાનો નોવાક જોકોવિચે બ્રોન્ઝ જીત્યો હતો. 2012 ઓલિમ્પિકમાં મરેએ સેમિ ફાઇનલમાં જોકોવિચને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. જોકોવિચ ચોથા સ્થાને રહ્યો હતો. જોકોવિચ 24 અને મરે 10 વખત જીત્યો છે.
5. પુરુષ ફૂટબોલ: 5 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલ બ્રાઝીલ ફૂટબોલમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ ક્યારેય જીતી શક્યુ નથી. આર્જેન્ટિનાએ 2004 અને 2008માં સતત બે વખત ગોલ્ડ પર કબજો કર્યો હતો. બન્નેમાં 102 મેચ રમાઇ હતી. બ્રાઝીલ 39 અને આર્જેન્ટિના 37 જીત્યુ હતું.
6. મહિલા સ્વીમિંગ: 200 મી ફ્રીસ્ટાઇલના ટ્રાયલમાં લેડેકીએ મિસીને હરાવી હતી. જો કે બન્નેએ ક્વોલિફાય કર્યુ હતું. મિસીએ લંડનમાં ચાર ગોલ્ડ જીત્યા હતા. જ્યારે લેડેકી માત્ર એક જ ગોલ્ડ જીતી શકી હતી. મિસી લેડેકીને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
7. મહિલા બેડમિન્ટન: ગત 4 ઓલિમ્પિકમાં ચીને મહિલા સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. લંડનમાં સાઇનાએ બ્રોન્ઝ જીત્યો હતો. આ વખતે ચીન તરફથી લી જુએરૂઇ (વર્લ્ડ નંબર 3) અને યિહાન વાંગ (વર્લ્ડ નંબર 2) પડકાર આપશે. ભારતનો પડકાર સાઇના અને પીવી સિંધુ સંભાળશે.
8. ઓવરઓલ: સિડની ઓલિમ્પિક-2000થી મેડલ ટેબલમાં પ્રથમ બે સ્થાન પર અમેરિકા-ચીનનો કબજો છે. 2008માં ચીને અમેરિકાને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 2012માં અમેરિકા ટોપ પર પરત ફર્યુ હતું. એથલેટિક્સમાં અમેરિકા, ડાઇવિંગમાં ચીનનો દબદબો છે.