ગાંધીનગરગુજરાત

શાળાઓમા ૧૩-૧૫મી જૂન દરમિયાન પ્રવેશોત્સવ : શાળાઓમા વેકેશન નહીં લંબાવાય..!!

ગાંધીનગર :

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરીને લીધે ઉનાળું વેકેશન લંબાવવાની માંગણી પર અમલ કરવાનો સરકારે ઇન્કાર કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે શાળાઓમાં વેકેશન નહીં લંબાવવામાં આવે. શિક્ષણ મંત્રીના કહેવા પ્રમાણે જો જરૂર પડશે તો બપોરની શાળાઓનો સમય સવારનો કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીના કહેવા પ્રમાણે આગામી ૧૩થી ૧૫ જૂનના રોજ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદેશ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની ૭૫% નોંધણી થતી હતી તેને ૧૦૦ ટકાએ લઈ જવાનો હતો. ૨૫% બાળકો જે બાળ મજૂરીએ જતા હતા તે તમામ બાળકોને સ્કૂલે મોકલવાનો સરકારનો ઉદેશ્ય હતો. શાળા પ્રવેશોત્સવને કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સરકારને સફળતા મળી છે.” સાથે જ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સરકારને પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈને કેટલાક સૂચનો મળ્યાં છે જેના પર ચર્ચા કરીને કોઈ નિર્ણય લેવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવની ઉજવણીની તૈયારીને લઈને સીએમ વિજય રૂપાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળીયા, પ્રદીપસિંહ જાડેજા સહિતના મંત્રીઓ હાજર રહ્યા છે. બેઠક દરમિયાન પ્રવેશોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ૧૪ જૂન સુધી ગ્રામ્ય વિસ્તાર અને ૧૫ જૂને શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x