RBIએ સતત 6ઠ્ઠી વખત રેપો રેટ યથાવત રાખ્યાં
ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ,માહિતી આપી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યા છે. વધુમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે. RBIએ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023એ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. MSF રેટ અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF રેટ 6.25 ટકા પર સ્થિર છે.