રાષ્ટ્રીયવેપાર

ફરી એકવાર ગૌતમ અદાણી 100 અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ

ભારતના સફળ બિઝનેસમેન ગૌતમ અદાણીએ શાનદાર વાપસી કરી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એકવાર 100 અરબ ડોલર નેટવર્થ ધરાવતા અરબપતિઓની લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. તેમની સંપત્તિમાં મોટો ઉછાળો આવતા તેમની નેટવર્થ 101 અરબ ડોલર થઈ ગઈ છે અને હવે તેઓ વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે આ વર્ષ 2024 શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. વાત જાણે એમ છે એક તરફ અદાણી ગ્રૂપમાંથી હિંડનબર્ગનો પડછાયો લગભગ દૂર થઈ ગયો છે તો બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

હવે ફરી એકવાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 100 અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં 2.73 અરબ ડોલર એટલે કે 22,600 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. જેના કારણે તેમની નેટવર્થ 101 અરબ ડોલર થઈ ગઈ છે. હાલ તેઓ વિશ્વના 12મા સૌથી વ્યક્તિ છે. તેઓ એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના કરતા આગળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી છે, જેમની નેટવર્થ 1.1 અરબ ડોલર અથવા 9123 કરોડ રૂપિયાથી વધીને 108 અરબ ડોલર થઈ ગઈ છે. તેઓ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x