ahemdabadઆંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની પ્રથમ સિઝનની બીજી રેસ 11 ફ્રેબુઆરીએ અમદાવાદ એકા અરેના ટ્રાન્સસ્ટેડિયામાં યોજાશે

અમદાવાદમાં બાઇક રેસિંગના ચાહકો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની પ્રથમ સિઝન રમાઇ રહી છે. પ્રથમ સિઝનની બીજી રેસ 11 ફ્રેબુઆરીને રવિવારના રોજ અમદાવાદ એકા અરેના ટ્રાન્સસ્ટેડિયામાં યોજાશે. આ પછી ત્રીજી રેસ 25 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રેસનું ઉદ્ઘાટન કરશે. પ્રથમ સિઝનમાં છ ટીમો ભાગ લઇ રહી છે. દરેક ટીમમાં 8-8 રેસર છે. આ રેસમાં કુલ 48 ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે. સુપરક્રોસ એ મોટરસાયકલ રેસિંગ છે. રેસર્સ સુપરક્રોસ રેસિંગ દરમિયાન સ્ટંટ કરતા જોવા મળશે. પ્રથમ સિઝન ચાર કેટેગરીમાં રમાઇ રહી છે. જેમાં 450 સીસી ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250 સીસી ઇન્ટરનેશનલ, 250 સીસી ઇન્ડિયા-એશિયા મિક્સ અને 85સીસી જુનિયર ઇન્ડિયા-એશિયા મિક્સ સામેલ છે. આઈએસઆરએલના સહ-સ્થાપક વીર પટેલે કહ્યું હતું કે ગુજરાતે મારો જુસ્સો વધારવા માટે મને પ્રથમ પ્લેટફોર્મ આપ્યું છે અને હું મારા રાજ્યએ મને આપેલો સહકાર, પ્રેમ અને માર્ગદર્શન માટે આભારી છું. ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ એ માત્ર રેસિંગ નથી તે ભારતમાં મોટરસ્પોર્ટ્સના મૂળ સારને પુનવ્યાખ્યાયિત કરવાની એક સફર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x