ગાંધીનગરગુજરાત

“પ્રવાસ” ફિલ્મના નિર્માતા અને લેખક_દિગ્દર્શકને મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ

આપણી ઘણી ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહી છે તે ઘણા આનંદની વાત છે. આવી જ એક ફિલ્મ એટલે ‘પ્રવાસ’. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફલક પર બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ તરીકે ખૂબ વખાણવામાં આવી રહી છે. શાળામાંથી પ્રવાસે જવા માંગતા ગામડાના ગરીબ પરિવારના બાળકની સંવેદનાઓ આ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે વણી લેવામાં આવી છે. પારિવારિક ભાવનાઓ, સાંસ્કૃતિક મૂલ્યોને સાંકળી લેતું ફિલ્મનું કથાનક ખૂબ હૃદયસ્પર્શી છે. ફિલ્મના નિર્માતા જય પંડયા અને રાકેશ શાહ તથા લેખક-દિગ્દર્શક વિપુલ શર્માને આ સુંદર ફિલ્મના નિર્માણ બદલ અભિનંદન. સફળતાના માર્ગે ‘પ્રવાસ’નો પ્રવાસ હજી ચાલુ છે. ફિલ્મ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુને વધુ સફળતા મેળવે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, વિચારપ્રેરક કથાનક ધરાવતી અને માવજતપૂર્વક બનાવેલી હજી વધુ ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ આવે એ જ અભ્યર્થના.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *