ધોરણ 10 અને 12ની પરીક્ષા 1675 કેન્દ્રો પર યોજાશે, નવા 54 કેન્દ્રો ઉમેરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં યોજાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે નવા 54 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. આ નવા કેન્દ્રોમાં ધોરણ 10ના 26 કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 71 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પણ નક્કી કરવામાં આવ્યા છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. જે 26 માર્ચ સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાંથી ધોરણ 10 માટે કુલ 981 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ગઈ વખતે 958 પરીક્ષા કેન્દ્રો હતા. આ વખતે નવા 26 કેન્દ્રો ઉમેરાયા છે.