આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

છેલ્લાં એક વર્ષમાં વિશ્વના 65 દેશના અન્નદાતાઑ વિવિધ માંગોને લઈ વિરોધ કરવા મજબૂર

ભારત જ નહી વિશ્વમાં કૃષિક્ષેત્રને મળી રહેલા પડકારો વચ્ચે ૬૫ થી વધુ દેશોના ખેડૂતો વિરોધએ છેલ્લા એક વર્ષ દરમિયાન પ્રદર્શન કર્યુ છે. ભારત ઉપરાંત દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકા ખંડમાં પણ ખેડૂતોની પરીસ્થિતિ નાજૂક બની છે. વર્તમાન વર્ષની શરુઆતથી જર્મની,ફ્રાંસ અને ઇટાલીના ખેડૂતોએ પોષણક્ષમ ભાવો અને ડિઝસ સબસિડી જેવા મુદ્વે પોતાના દેશમાં આંદોલન ચલાવી રહયા છે. કેટલાક અંશે સમાધાન થયું છે તેમ છતાં યુરોપિયન યુનિયન (ઇયુ)માં જોડાયેલા દેશોના ખેડૂતો પડતર માંગણીઓ માટે ટકાઉ સમાધાન ઇચ્છે છે. બેલ્ઝિયમમાં બેસેલ્સ ખાતે આવેલી યુરોપિયન યુનિયનના વડામથકે ટ્રેકટર રેલી કાઢીને ખેડૂતો દેખાવો કરેલા છે. યુરોપમાં યુક્રેનથી આવતા સસ્તા અનાજની સ્પર્ધા સ્થાનિક ખેડૂતો કરી શકતા નથી.   છેલ્લા એક વર્ષ દરમિયાન દક્ષિણ અમેરિકાના ૬૭ ટકા દેશોના ખેડૂતો કોઇને કોઇ માંગણીઓ સાથે રસ્તા પર આવ્યા છે.

આર્જન્ટિનામાં અછતની  સ્થિતિ સર્જાતા પાકના નુકસાન બદલ ખેડૂતો યોગ્ય વળતરની માંગણી કરી હતી. પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આજે પણ દેવામાં ડૂબેલા છે. બ્રાઝિલનો ખેડૂતોએએ સંશોધિત મકાઇના કારણે બજારમાં અસંતૂલિત હરિફાઇનો સામનો કરવો પડયો છે. વેનેઝુએલામાં સસ્તુ ડિઝલ આપવા માટે ખેડૂતો ખૂબ સમયથી માંગણી કરી રહયા છે.કોલંબિયામાં પણ પાક ઉત્પાદનોના પુરતા ભાવો મળતી નહી હોવાના મુદ્વે ખેડૂતો પ્રદર્શન કરે છે. મધ્ય અમેરિકાની વાત કરીએ તો મેકિસકોના ખેડૂતો પોતાના દેશની સરકારથી સૌથી નારાજ રહયા છે. ખાસ કરીને મકાઇ અને ઘઉંના યોગ્ય દામ નહી મળતા હોવાની ફરિયાદ રહી છે.ગત સપ્ટેમ્બર મહિનામાં ચિહુઆહુઆ નામના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોએ અમેરિકાને પાણીની નિકાસ કરવાના મુદ્વે નારાજ હતા. કોસ્ટારિકાના ખેડૂતો બેંકના દેવામાં જીવી રહયા હોવાથી રાહત પેકેજ ઝંખે છે. ભારતની વાત કરીએ તો ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) હંમેશા મોટો મુદ્વો રહયો છે. માર્કેટમાં કૃષિ ઉપજના ભાવ સારા ના મળે ત્યારે સરકાર ટેકાના ભાવથી ખરીદી કરે છે પરંતુ એમએસપીને કાયદાનું સ્વરુપ આપવાની ખેડૂતોની માંગ રહી છે. આફ્રિકા ખંડના ૨૨ ટકા દેશોમાં પણ ખેડૂતો આંદોલન કરતા રહયા છે.

ગત સપ્ટેમ્બર મહિનામાં કેન્યામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોએ યોગ્ય કિંમત ના મળતા બટાટા રસ્તા પર ફેંકયા હતા. બેનિનમાં કોકોની ખેતી જમીન સંપાદનના કારણે નષ્ટ થઇ રહી છે. કેમરુન અને નાઇજીરિયામાં પણ કોકોની નિકાસ બંધ કરવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોએ બાયો ચડાવી હતી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ખેડૂત આંદોલનથી બાકાત રહયા નથી. ન્યૂઝિલેન્ડમાં ખાધ ઉત્પાદનો પર સરકારી નિયમોનો ખેડૂતોએ વિરોધ કરેલો છે. ઓસ્ટ્રેલિયામાં કિસાનોએ હાઇ વોલ્ટેજ અને ઓવર હેડ પાવર લાઇનો પોતાની જમીનમાંથી નાખવામાં આવતા વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x