OPS સહિતની માંગને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીના આજથી ધરણા
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી આજથી ધરણા પ્રદર્શન કરશે. કર્મચારીઓ OPS લાગુ કરવા અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરશે. ગાંધીનગરમાં આજથી સંયુક્ત કર્મચારી મોરચો ધરણા પ્રદર્શન કરશે. બપોરે 12થી 3 વાગ્યા સુધી સરકારી કર્મચારીઓ પ્રદર્શન કરશે. નોંધનીય છે કે 16 સપ્ટેમ્બરના રોજ મંત્રી સાથેની બેઠકમાં તેમના પ્રશ્નનો કોઇ ઉકેલ ના આવતા પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. કર્મચારીઓની માંગણી છે કે કેંદ્રના ધોરણે બાકી પગાર ભથ્થા ચૂકવવામાં આવે. તે સિવાય GPFમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે તેવી માંગ કરવામાં આવી છે.