રમતગમતરાષ્ટ્રીય

ICC ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં ટોપ પર

ICCએ ટેસ્ટ ક્રિકેટમાં ટીમોની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની નંબર-1 ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ ODI અને T20Iમાં પણ ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. આવી સ્થિતિમાં હવે ભારતીય ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ હવે ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ટીમ બની ગઈ છે. ODIમાં ભારતીય ટીમના 121 રેટિંગ પોઈન્ટ છે. બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના 118 રેટિંગ પોઈન્ટ છે. સાઉથ આફ્રિકા 110 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય T20Iમાં પણ ભારતીય ટીમ ટોપ પર છે. T20Iમાં ભારતીય ટીમના 266 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે બીજા સ્થાને રહેલા ઈંગ્લેન્ડના 256 રેટિંગ પોઈન્ટ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x