ગાંધીનગર

દહેગામ મ્યુનિસીપલ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા આવતા વિધ્યાર્થીઓને ધારાસભ્ય સહિતે આવકાર્યા

ગુજરાત રાજયમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષણો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિધ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હતાશ ના થાય તે માટે તંત્ર દ્વારા તમામ શક્ય કોશિશ કરવામાં આવી છે. દહેગામ મ્યુનિસીપલ હાઈસ્કૂલ ખાતે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપવા આવતા વિધ્યાર્થીઓને ધારાસભ્ય બલરાજસિંહ સહિતે અવકાર્યા. સૌ વિદ્યાર્થીઑને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિ ચેરમેન બીજલબેન જોષી,નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, દહેગામ શહેર પ્રમુખ યોગેન્દ્ર શર્મા અને પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા. વિશેષમાં ધારાસભ્ય બલરાજસિંહે છાત્રોને ડર વિના પરીક્ષા આપવાનું જણાવી પ્રોત્સાહિત કર્યા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x