ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવા ચૂંટણી પંચનો આદેશ
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવને હટાવ્યા છે, તેમાં ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ સામેલ છે. પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, નિષ્ફળ ચૂંટણી યોજવા તેમજ ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી સંદેશ મળી રહ્યો છે કે, લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તરે કરવામાં આવશે. ચૂંટણી પંચે જે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો છે, તેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તરાખંડના શૈલેશ બૌલી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના સેન્થિલ કુમાર, ઝારખંડના અવિનાશ કુમાર, હિમાચલ પ્રદેશના ડૉ.અભિષેક જૈન સામેલ છે. જ્યારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવવા આદેશ અપાયો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે, તેઓ ચૂંટણી સંબંધિત કામ સાથે જોડાયેલા એવા અધિકારીઓની બદલી કરવી જોઈએ જેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા હોય અથવા તેમના ગૃહ જિલ્લામાં હોય.