ગાંધીનગર

આજથી ગાંધીનગરમાં હેપ્પી યુથ ક્લબના “હેપ્પી સ્પેરો વીક-૨૦૨૪”નો પ્રારંભ

ગાંધીનગરમાં પણ સતત નવમાં વર્ષે હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું  આયોજન કરવામાં આવ્યું છે. હેપ્પી સ્પેરો વીકનો પ્રારંભ તા. ૧૯મી માર્ચથી થશે જે તા.૩૧મી માર્ચ સુધી ઉજવાશે જેમાં શહેરમાં આશરે ૬ હજાર કરતા વધુ હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં તથા જાહેર સ્થળો ખાતે સમગ્ર ઉનાળામાં નિયમિત જળ સિંચન થાય તેવી વ્યવસ્થા સાથે માટીના કુંડાની પક્ષી પરબોનું સ્થાપન કરાશે. શહેરની કેટલીક પ્રાથમિક શાળાના બાળકોને વિના મૂલ્યે નકામા ખોખા કે પુંઠાના બોક્સમાંથી ચકલી ઘર બનાવવાવનું શિખવાડવામાં આવશે જેનો ઉદ્દેશ બાળકોને વૃક્ષો અને ચકલી જેવા પક્ષીઓના યોગદાન અંગે સમજ આપી બાળકોમાં પર્યાવરણના જતનની ભાવના કેળવાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.

હેપ્પી ચકલી ઘરનું વિતરણ ક્યાં અને ક્યારે?

વિતરણ સમય : દરરોજ સવારે ૮:૩૦ થી ૧૦ વાગ્યા સુધી

તા.૧૯મી માર્ચ, મંગળવાર : વૈજનાથ મહાદેવ મંદિર, ચ-૬ પાસે, સેક્ટર-૨૧

તા.૨૦મી માર્ચ, બુધવાર : પાટનગર યોજના ભવન, સેક્ટર-૧૬
(બપોરે ૩ થી ૫ દરમ્યાન જૈન દેરાસર સામે, સે.૨૨)

તા.૨૧મી માર્ચ, ગુરુવાર : શ્રી જલારામ ધામ, સેક્ટર-૨૯

તા.૨૨મી માર્ચ, શુક્રવાર : સરદાર સર્કલ પાસે,  કુડાસણ

તા.૨૩મી માર્ચ, શનિવાર : જોગણી માતાનું મંદિર, શાંતિનગર સોસાયટી પાસે, વાવોલ

તા.૨૪મી માર્ચ, રવિવાર : સ્વામિનારાયણ મંદિર પાસે, સેક્ટર – ૨

તા.૨૫મી માર્ચ, સોમવાર : ધુળેટીની રજા

તા.૨૬મી માર્ચ, મંગળવાર : રાજવી ફૂડ કોર્નર, પ્રતિક મોલ, કુડાસણ

તા.૨૭મી માર્ચ, બુધવાર : શ્રી નીલકંઠ મહાદેવ(હડમતિયા)નું મંદિર, સરગાસણ ટીપી-૯

તા.૨૮મી માર્ચ, ગુરુવાર : જન ઔષધી કેન્દ્ર પાસે, રોડ નં.૬, સેક્ટર-૨૪

તા.૨૯મી માર્ચ, શુક્રવાર : ગુપ્તા કોમ્પ્લેક્સ સેક્ટર -૧૪

તા.૩૦મી માર્ચ, શનિવાર : ઓમકારેશ્વર મંદિર પાસે, સેક્ટર-૪

તા.૩૧મી માર્ચ, રવિવાર : અપના બજાર, સેક્ટર – ૬

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x