ગાંધીનગર

રાષ્ટ્રીય ક્રેયોન દિવસની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજાઇ

રાષ્ટ્રીય ક્રેયોન દિવસ એ ક્રેયોનની શોધ અને રંગના આનંદની ઉજવણી કરવાનો દિવસ છે ત્યારે રાષ્ટ્રીય ક્રેયોન દિવસની ઉજવણીના ભાગરૂપે જય ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ, મિલાપ ટાટારિઆ આયોજિત અને ટ્રીક ટુ ક્રિએટ પ્રસ્તુત, સેક્ટર-૩/એ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ચિલોડા, વાવોલ, રાંધેજા, રાયસણ, કુડાસણ, સરગાસણ, બોરિજ તેમજ ગાંધીનગર શહેરના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ વિવિધ રંગોથી પોતાની કલા તથા આવડત વડે પોતાની રંગીન કૃતિ તૈયાર કરી હતી અને અનેક સંદેશો આપ્યા હતા. આ સ્પર્ધામાં ગાંધીનગરના જાણીતા એડવોકેટ પંખી ઝાલા, ભાજપ મહિલા મોરચા ના ઉપ પ્રમુખ ઉર્મિલા પાન્ડે, જૈન એકતા મંચ ના મહિલા પ્રમુખ બબિતા જૈન વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એમના વરદહસ્તે દરેક સ્પર્ધકોને ફ્રી સરપ્રાઇઝ ગિફ્ટમાં ડોમ્સ વંડર કિટ, કલરફૂલ પેન્સિલ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધાના આયોજક મિલાપ ટાટારિઆએ દરેક સ્પર્ધકોને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી તથા ઉપસ્થિત મહેમાનોને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચિત્ર ચિત્ર સ્પર્ધામાં ટ્રીક ટુ ક્રિએટ ના સંચાલિકા હિરલ મેમ નો વિશેષ સહયોગ રહ્યો હતો. આયોજનને સરળ રીતે સફળ બનાવવા માટે દરેક વાલીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x