ગુજરાત

સુપ્રીમ કોર્ટે 30 સપ્તાહની ગર્ભવતી 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 30 સપ્તાહની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આજે મુંબઈના લોકમાન્ય તિલક હોસ્પિટલને તરત જ ગર્ભપાતની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલના રોજ આ મામલે તાત્કાલિક સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે સગીરનું મેડિકલ કરાવવાનો આદેશ આપ્યો હતો. આજે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો.
જોકે, સગીરની માતાએ પહેલાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 4 એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે સગીરને અબોર્શન કરાવવાની મંજૂરી આપી નહીં. તે પછી સગીરની માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. છેલ્લી સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કરી હતી. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલના રોજ હાઈકોર્ટના નિર્ણયને ફગાવીને સગીરનું મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે IPC કલમ 376 અને POCSO એક્ટમાં કેસ નોંધાયેલો છે. CJI ચંદ્રચૂડની બેન્ચે છેલ્લી સુનાવણીમાં કહ્યું, તે સગીર પીડિતની શારીરિક અને માનસિક કંડિશનનું આંકલન કરવામાં અસફળ રહી છે.
બેન્ચે આદેશ આપ્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર અરજીકર્તા અને તેની સગીર દીકરીની સેફ્ટી સાથે હોસ્પિટલ લઇ જવાનું નક્કી કરે. તપાસ માટે રચાયેલ મેડિકલ બોર્ડે પણ સગીરના જીવને જોખમમાં મૂક્યા વિના ગર્ભપાત કરાવી શકાય કે કેમ તે અંગે પોતાનો અભિપ્રાય આપે. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ હેઠળ, કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અપંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. MTP એક્ટમાં ફેરફાર વર્ષ 2020માં કરવામાં આવ્યા હતા. આ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x