ગુજરાત

નવું મંત્રી મંડળ અમરેલીને ફળશે ?, ગુજરાતના પ્રથમ CM પણ અમરેલીના હતા

અમરેલી: અમરેલી જિલ્લાનો જેની સાથે કાયમનો નાતો રહ્યો છે તે વિજયભાઇ રૂપાણીના શિરે રાજયના મુખ્યમંત્રીનો તાજ મુકવાનો નિર્ણય જાહેર થતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની વ્યકિતને મુખ્યમંત્રી પદ મળતા જિલ્લાભરમા ખુશીની લહેર જોવા મળી હતી. આનંદીબેન પટેલના મંત્રી મંડળમા અને નરેન્દ્ર મોદીના પણ છેલ્લા મંત્રી મંડળમા અમરેલી જિલ્લાને સ્થાન મળ્યું ન હતુ. ત્યારે હવે નવા મુખ્યમંત્રીના મંત્રી મંડળમા જિલ્લામાથી કોને સ્થાન મળી શકે તેમ છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

પુરૂષોતમ રૂપાલાને મુખ્યમંત્રી પદ ન મળ્યું પણ હવે કોને મંત્રી પદ મળે છે તેના પર ભાજપ કાર્યકરોની મીટ

ગત વર્ષે અમરેલી જિલ્લામા અતિભારે વરસાદને પગલે ખાનાખરાબીની સ્થિતી સર્જાતા વિજયભાઇ રૂપાણીએ પાંચ દિવસ સુધી અમરેલીમા ધામા નાખી સમગ્ર તંત્રને દોડતુ કરી દીધુ હતુ. અને બચાવ રાહતની કામગીરી પુરજોશમા કરાવી હતી. વિજયભાઇ રૂપાણી સાથે આમપણ અમરેલી જિલ્લાનો કાયમી નાતો રહ્યો છે. હવે વિજયભાઇ રૂપાણીના શિરે રાજયના મુખ્યમંત્રીનો તાજ મુકવામા આવ્યો છે.

વર્ષો પછી ફરી એકવાર અમરેલીના નેતાનુ નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાયુ હતું

આમ તો મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલે રાજીનામાની જાહેરાત કરી તે સાથે જ નિતીન પટેલ, વિજયભાઇ રૂપાણીની સાથે સાથે અમરેલી જિલ્લાના જ દિગજ્જ આગેવાન એવા પરશોતમભાઇ રૂપાલાનુ નામ પણ મુખ્યમંત્રી પદ માટે બોલાતુ હતુ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલી જિલ્લાના હતા. ત્યારબાદ છેક આટલા વર્ષો પછી ફરી એકવાર અમરેલીના કોઇ નેતાનુ નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાયુ હતુ. જો કે વર્તમાનમા રાજયમા ઉભી થયેલી પ્રવાહી સ્થિતીમા રૂપાલાને મુખ્યમંત્રી પદ મળે તેવી શકયતા પ્રમાણમા ઓછી જોવાતી હતી. કારણ કે એક તો તેમને થોડા દિવસ પહેલા જ કેન્દ્રમા મંત્રી મંડળમા સમાવાયા હતા. અને બીજુ જો પાટીદારોને મુખ્યમંત્રી પદ આપવાનુ હોય તો નિતીન પટેલનુ નામ વધુ આગળ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x