CMOના કે.કૈલાશનાથન સહિત કેટલાક અધિકારીની હકાલપટ્ટી થશે
અમદાવાદ, રવિવાર
મુખ્યમંત્રી પદેથી આનંદીબહેન પટેલનું રાજીનામુ લઇ લીધા બાદ હવે ચીફ મિનિસ્ટર ઓફીસમાં (CMO) ફરજ બજાવતાં પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથનસહિતનો કેટલાક અધિકારીઓની હકાલપટ્ટી થવાની શક્યતાઓ છે. નવા વરાયેલા મુખ્યમંત્રી વિજય રૃપાણી પાસે આનંદીબહેને તેમજ તેમના પરિવારે કરેલા ભ્રષ્ટાચારમાં કે. કૈલાશનાથને પૂરતી મદદ કરી હોવાની વિગતો પહોંચી ગઈ છે.
કે. કૈલાશનાથનની નિમણૂક હાલનાં PM મોદી જ્યારે ગુજરાતનાં CM હતા એ સમયે થઇ હતી. મોદી ગયા બાદ તેઓને અહીં જ ચાલુ રખાયા હતા. મોદી કરતા કૈલાશનાથનને બહેન સાથે સારું ફાવી ગયું હતું.
તેઓએ આનંદીબહેન તથા તેના પરિવારજનો દ્વારા આચરતા ભ્રષ્ટાચારને પોષવામાં મદદ કરી હતી. કે. કૈલાશનાથને બિલ્ડરોની અનેક ફાઈલો પાસ કરાવી આપી હતી. ખરેખર તો તેઓ વય મર્યાદાને લીધે નિવૃત થઇ ગયા હતા. પરંતુ બહેનને તમામ કાોમાં મદદ કરી હોવાથી મુખ્યમંત્રીએ પણ તેમને બે વખત એકસ્ટેન્શન પણ આપ્યું હતું.
પરંતુ હવે આનંદીબહેન પોતે જ મુખ્યમંત્રી રહ્યા નથી. આથી આખા સચિવાલયમાં ‘કિંગમેકરની’ ભૂમિકા ભજવતા હોવાની ઇમેજ ધરાવતા કે. કૈલાશનાથનની હવે ટૂંક સમયમાં જ CMOમાંથી હકાલપટ્ટી કરવામાં આવે એવી શક્યતાઓ છે. CM ઉપરાંત ડેપ્યુટી CM નીતિન પટેલ પણ CMO નાં જે કોઈ ભ્રષ્ટ અધિકારી હોય તેને હાંકી કાઢવાના મૂડમાં ચે. આથી આગામી દિવસોમાં કૈલાશનાથન ઉપરાંત CM ના અંગત સ્ટાફમાંથી પણ અધિકારી કે હંગામી ધોરણે નિમણૂંક કરાયેલ વ્યક્તિઓને પાણીચું અપાશે