રાષ્ટ્રીય

શું કલમ 80C હેઠળ રૂ. 1.5ને બદલે રૂ. 2 લાખ સુધીની છૂટ મળશે? બજેટમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે

મોદી સરકારના નવા કાર્યકાળનું બજેટ 23 કે 24 જુલાઈએ રજૂ થવાની શક્યતા છે. નિષ્ણાતોનો અંદાજ છે કે, સરકાર સામાન્ય લોકોને પ્રોત્સાહન આપતાં ટેક્સમાં રાહત આપવા વિચારણા કરી શકે છે. તેમજ બજેટમાં અનેક મોટી જાહેરાતો પણ થઈ શકે છે. મીડિયા સૂત્રો અનુસાર, સરકાર આગામી બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત ટેક્સ છૂટની મર્યાદા રૂ. 3 લાખથી વધારી રૂ. 5 લાખ કરી શકે છે.

 લોકોને આશા છે કે, જૂની ટેક્સ વ્યવસ્થા અંતર્ગત ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી શકાય છે. નિષ્ણાતોનું કહેવુ છે કે, સરકારનું ફોકસ મધ્યમવર્ગના ટેક્સમાં રાહત આપી દેશના જીડીપી ગ્રોથને વેગ આપવાનો છે. જેના માટે વધુને વધુ રોકાણની જરૂર છે. જેથી ટેક્સ સ્લેબમાં ફેરફારના કારણે નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત છૂટની મર્યાદા વધારવામાં આવી શકે છે.

સરકાર રાજકોષિય ખાધને મજબૂત બનાવવા પર વિચારી રહી છે. જેથી ટેક્સ છૂટનો નિર્ણય પાછો ઠેલવી શકે. સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથના 5.1 ટકા રાજકોષિય ખાધ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સરકારને અપેક્ષા છે કે, સરકાર બજેટ દરમિયાન આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 (સી) હેઠળ ટેક્સ છૂટની મર્યાદા વધારી શકે છે.

આ સેગમેન્ટમાં છેલ્લા 10 વર્ષથી કોઈ ફેરફાર નહીં

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઈન્સ્યોરન્સ અને અન્ય યોજનાઓ અંતર્ગત કલમ 80 (સી) હેઠળ ટેક્સમાં રૂ. 1.5 લાખની છૂટ આપવામાં આવે છે. જો કે, સરકાર તેની મર્યાદા 2 લાખ સુધી વધારી શકે છે. છેલ્લા 10 વર્ષથી તેમાં કોઈ ફેરફાર થયો નથી.

શું છે નિષ્ણાતોનો અંદાજ?

ઇકોનોમિક લો પ્રેક્ટિસના પાર્ટનર મિતેશ જૈને જણાવ્યું હતું કે 2014માં ચૂંટણી પછી ભાજપ સરકારના પ્રથમ બજેટમાં, કલમ 80 સી હેઠળ મહત્તમ ટેક્સ છૂટ રૂ. 1.5 લાખથી વધારી કરવામાં આવી હતી. કલમ 80 સી એ જૂની કર વ્યવસ્થામાં કરદાતાઓ માટે એક પ્રખ્યાત કર બચત સાધન છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેનો લાભ લેવા માટે રોકાણ કરી રહ્યા છે.

જીવન વીમા પ્રીમિયમ, ટ્યુશન ફી અને હોમ લોનની ચુકવણી જેવા સંસાધનોના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે વ્યક્તિઓને ઘણીવાર રૂ. 1.5 લાખની મર્યાદા સુધીની છૂટ મળે છે. કરદાતાઓ ઘણા સમયથી બજેટમાં આ મર્યાદા વધારવાની અપેક્ષા રાખતા હતા, પરંતુ હજુ સુધી એવું થયું નથી. હવે આશા છે કે આ વખતના બજેટમાં તેની મર્યાદા વધારવામાં આવી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x