ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદનો માહોલ
આજે હવામાન વિભાગ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં બુધવારના રોજ 47 તાલુકામાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. આ દરમિયાન માત્ર 3 તાલુકામાં જ 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બોટાદમાં પોણા બે ઈંચ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે જાણો અન્ય તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
ધ્રોલ, મોરબી અને માંડલમાં 9-9 મીમી, જાફરાબાદમાં 8 મીમી, સૂત્રાપાડા અને સાયલામાં 7-7 મીમી, હાંસોટ અને ફતેપુરામાં 6-6 મીમી, લાલપુરમાં 5 મીમી, કાલાવડ, મેંદરડા, ઉના, પડધરી, ખેરગામ, જેતપુર અને ચોટીલામાં 4-4 મીમી, ભરૂચ, જુનાગઢના માંગરોળ, કેશોદ, વાગરા, તાલાલા, વાપી, રાજકોટ, સુરત શહેર, વલ્લભીપુર અને ખાનપુરમાં 3-3 મીમી, ગારીયાધાર, તળાજા, ગોંડલ, પેટલાદ, ચોર્યાસી અને કોડીનારમાં 2-2 મીમી, મુન્દ્રા, શિહોર, પોરબંદર અને જેતપુર પાવીમાં 1-1 મીમી વરસાદ ખાબક્યો છે.
આજે હવામાન વિભાગ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.