વિમા પોલીસી લેનાર લોકો રહો સાવધાન, પોલીસીના નામે થઇ શકે છે છેતરપિંડી
સુરત :
સુરત શહેરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જેને સાંભળ્યા બાદ તમે પોલિસી લેતા પહેલા 10 વાર વિચારશો. સુરત શહેરમાં પોલિસી આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતો આરોપી પોલીસ પકડમાં આવ્યો છે. આરોપીએ ગ્રાહકોને RBI તથા મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સના લોગો વાળા બોગસ લેટર આપ્યા હતા અને ગ્રાહકો પાસેથી લાખોની છેતરપિંડી કરી છે. જો કે ગ્રાહકોને વિમા પોલિસી અંગે આશંકા જતા ગ્રાહકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જ્યાં ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું. પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરાતા આરોપીને ઉતરાખંડના કફોલ ગામમાંથી પકડી લેવામાં આવ્યો. આરોપીએ બોગસ વિમા પોલિસીના નામે 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. પહેલા વિમા કંપનીમાં કામ કરતો હોવાથી આરોપી આ કામથી જાણકારી હતો.