ગાંધીનગરગુજરાત

હવે BSFની ભરતીમાં પણ કૌભાંડ, પરીક્ષામાં 15 બોગસ ઉમેદવારો ઝડપાયા

ગાંધીનગર :

ગુજરાત,મહારાષ્ટ્ર અને દીવ-દમણમાં ચાલી રહેલી BSFની ભરતીની પરીક્ષામાં 15 બોગસ ઉમેદવારો ઝડપાયા છે. આ તમામ ઉમેદવારોએ નકલી આધાર કાર્ડ મારફતે લેખિત પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ગાંધીનગરમાં આયોજિત ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં તેઓનું કૌભાંડ સામે આવ્યું હતું.

BSF કેમ્પમાં ફિઝિકલ ટેસ્ટ લેવાઇ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીમાં બીએસએફની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને 13 ઓગસ્ટે BSF કેમ્પમાં ફિઝિકલ ટેસ્ટ આપવાની હતી. આ ટેસ્ટમાં કુલ 350 ઉમેદવારો હાજર રહ્યા હતા. કેમ્પ દ્વારા જ્યારે ઉમેદવારોની બાયોમેટ્રિક ડેટાની તપાસ કરવામાં આવી ત્યારે 350માંથી 15 ઉમેદવારો એવા હતા જેમનો ડેટા મેચ થયા ન હતા. ટીમ દ્વારા ઉમેદવારોની પૂછપરછ કરતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. આ ઉમેદવારોએ નકલી આધાર કાર્ડ મારફતે પરીક્ષામાં બેઠા હતા. પોલીસે 15માંથી 14 ઉમેદવારોની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક હજુ ફરાર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x