ગાંધીનગરની દિકરી જશ્વી મેવાડાને INDIA BOOK OF RECORD તરફથી IBR ACHIEVER એવોર્ડ પ્રાપ્ત થયો
ગાંધીનગરની દિકરી જશ્વી મેવાડાને INDIA BOOK OF RECORD તરફથી IBR ACHIEVER એવોર્ડ પ્રાપ્ત થયો છે. જશ્વી મેવાડાએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામા ૨૧ પંક્તિઓનુ આધ્યશક્તિની ઉપાસનાનુ ” મહિસાસુર મર્દિની સ્તોત્રમ ” ૬ મીનીટ અને ૫૯ સેકન્ડમાં સંભળાવીને આ સન્માન પ્રાપ્ત કર્યુ છે.
જશ્વી મેવાડા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને આ ઉપરાંત શ્રી ગણપતિ સંકટનાશન સ્તોત્રમ તેમજ હનુમાન ચાલીસા પણ નાની ઉંમરથી કંઠસ્થ કરેલ છે. નોંધનીય છે કે આજના ડીજીટલ યુગમાં જ્યારે આજના બાળકો મોબાઇલ તેમજ ગેમમાંથી બહાર નથી,
આવતા ત્યારે જશ્વી મેવાડાએ નાનક્ડી ઉંમરમા સંસ્કૃત ભાષામા ૨૧ પંક્તિઓનુ આધ્યશક્તિની ઉપાસનાનુ ” મહિસાસુર મર્દિની સ્તોત્રમ ” કંઠસ્થ કરી INDIA BOOK OF RECORD મેળવીને ગાંધીનગરનું નામ રોશન કર્યુ છે.