ગાંધીનગર

ગાંધીનગરના સામાજિક ઓડિટ યુનિટ દ્વારા માણસાના દેલવાડા ગામે ગ્રામસભા યોજાઇ

ગુજરાત સરકારના સામાજિક ઓડિટ યુનિટ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ વિકાસ યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ),સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, 15મુ નાણાપંચ ,રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આઈસીડીએસ- આંગણવાડી અને પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર (પીડીએસ) યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે હેતુથી રાજ્યભરમાં સામાજિક ઓડિટ ની કામગીરી કરવામા આવી રહી છે
જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડા ગામે સામાજિક ઓડિટની કામગીરી માટે ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સભામાં વિવિધ યોજનાઓમાં થયેલી કામગીરી અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં ગ્રામજનોમાં સૂચનો અને પ્રશ્નો મેળવવામાં આવ્યા હતા. જેનું ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ,ગાંધીનગર ના સામાજિક ઓડિટરશ્રી પ્રિયંકાબેન, લોકપાલશ્રી અલ્પેશભાઈ, ગ્રામ રોજગાર સેવક કુલદીપ સિંહ, ગ્રામ સેવક રઘુવીર સિંહ, ટી.એ સંજયભાઈ, સ્વચ્છ ભારત મિશનના ટી-એ કૌશિકભાઇ, સ્વચ્છ ભારત મિશનમાં સી.સી રાજેશભાઈ, પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના વિતરણ કર્તા શંકરજી, ઉપસરપંચ શ્રી સુરેશજી, માજી સંરપચશ્રી અશ્વિનકુમાર, તલાટીશ્રી શૈલેષસિંહ, ટીઆરપી જીગ્નેશાબેન,આરોગ્ય ખાતાના જલકબેન તેમજ કિર્તિરાજ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x