રાષ્ટ્રીયવેપાર

નવા વર્ષની શરૂઆતમાં જ CNG વાહનચાલકોને ઝટકો.. જાણો..

નવા વર્ષની શરૂઆત થતાંની સાથે જ લોકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 1 જાન્યુઆરી 2025 ના રોજ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવાની જાહેરાતી કરતાં સામાન્ય વ્યક્તિઓને ઝટકો લાગ્યો છે. આ નવી કીમત 79.26 રૂપિયા પ્રતિ કિલો રહેશે. આ ભાવ વધારાની જાહેરાત સાથે જ CNG વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. આ ભાવવધારાનો અમલ 1 જાન્યુઆરીથી થયો છે. નોંધનીય છે કે, આ અગાઉ 6 મહિનામાં CNGના ભાવમાં ત્રણ વાર વધારો કરવામાં આવ્યો હતો. પહેલા, 1 જુલાઈ 2024 ના રોજ 1 રૂપિયો, ત્યારબાદ 1 ઓગસ્ટ 2024 થી 1 રૂપિયો અને 1 ડિસેમ્બર 2024 થી 1.5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે, માત્ર 6 મહિનામાં CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે. આ જોતાં હાલ CNG વાહન ચાલકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x