પોલીસ ભરતી પરીક્ષામાંથી ઝડપાયો ડમી ઉમેદવાર
મહેસાણામાં પોલીસ ભરતી પરીક્ષામાંથી ડમી ઉમેદવાર ઝડપાયો છે. મિત્રનો કોલ લેટર લઈ પરીક્ષા આપવા આવેલો યુવક ઝડપાયો છે. તેમાં મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખી પરીક્ષામાં આવ્યો હતો, જેમાં કલોલનો દીપ પરમાર મિત્રનો કોલ લેટર લઈ દોડવા આવ્યો હતો. લોકરક્ષક અને PSIની ભરતીની શારીરિક કસોટી હતી. તેમાં સમગ્ર મામલે મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહેસાણામાં મિત્રના કોલ લેટર ઉપર કોન્સ્ટેબલ અને પીએસઆઇની પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર દોડવા આવેલા કલોલના યુવકને પરીક્ષા લઈ રહેલી પોલીસની ટીમે રજિસ્ટ્રેશન દરમિયાન જ ઝડપી પાડ્યો હતો.