ahemdabadગુજરાત

અમદાવાદમાં ચકલીઓના માળા અને કુંડા વિતરણ કરીને રામનવમીની ઉજવણી કરવામાં આવી

ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિના મૂલ્ય ચકલીના માળા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા. જેમાં માનનીય શ્રી ડીએન ગોલ ઉપપ્રમુખ વિશ્વ ઉમિયા ધામ ના હસ્તે જીવ દયા ના કાર્યનો શુભારંભ કરાવવામાં આવ્યો. જેમાં ગિરીશભાઈ પટેલ વંદે માતરમ ફાઉન્ડેશન જેઓ દ્વારા અમદાવાદ શહેરમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વિવિધ સેવાઓ કરવામાં આવી રહી છે આ કાર્યમાં સહયોગી શ્રી રજનીશભાઈ પટેલ ચકલી બચાવો અભિયાન અને વડવાવો અભિયાન ના પ્રણેતા ઉપસ્થિત રહ્યાં. શ્રી રાજશ્રીબેન અને શ્રી પારુલ બેન અને અન્ય બીજેપી મહિલા મોરચાના બહેનો ના કાર્યમાં ઉત્સાહથી ભાગ લઈને જીવદયા નું ઉત્તમ કાર્ય બીજેપીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું અને એ સાથે અન્ય ઉપસ્થિત દરેક જીવ દયા પ્રેમી મિત્રો નો આ કાર્યમાં સહયોગ અપવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ.

🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚

ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,
મીઠા મધુરા ગીત ગાતી ચકલી,
હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી.
હર પલ યાદો માં રહેતી ચકલી,
હું નાની બકુડી ચકલી,
મારું જીવન સંકટ માં છે.
હે માનવ મારી મદદ કરો,
હે માનવ મારી રક્ષા કરો.

એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી. નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે. પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલી ની કોઈ ફીક્ર જ નથી રહી આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા Environment Care & Development Charitable Trust દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં આપણે ચકલી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં, કાર પાર્કીંગની જગ્યાએ અથવા પતરાંના છેડ નીચે આપણા ઘરમાં ખાલી ચંપલ ના બોક્ષ અથવા પૂંઠાના બોક્ષને સેલોટેપ લપેટીને તારથી બાંધી દેવું જયા કાગડા, સાપ, બિલાડી જેવા પરભક્ષીથી ચકલી અને તેના બચ્યાનું રક્ષણ કરી શકાય. ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર આપો.

🌳🦜🙏【પર્યાવરણ બચાવો】🙏🦜🌳
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. વૃક્ષો વાવો જીવન બચાવો.

🙏🌳🦜🦚🙏🌳🦜🦚🙏
Environment Care & Development Charitable Trust

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x