વડીલો માટે રાંદેસણ ખાતે નિઃશુલ્ક લાઈબ્રેરી અને પ્લેઝોન નું ઉદ્ધઘાટન
રવિવાર અને રામનવમી ના શુભ દિવસે પુષ્પક ફાઉન્ડેશન (પ્રિસ્કૂલ -ડેકેર) ખાતે સંસ્કાર ગ્રુપ ના સ્થાપક શ્રી એસ. કે. પટેલ સાહેબ (કાવ્યરતન ગ્રુપ) ના વરદ હસ્તે તથા શ્રી અનિલભાઈ પટેલ (નિસર્ગ સાયન્સ સેન્ટર ના પ્રમુખ શ્રી), સેક્રેટરી શ્રી દેવદત્તભાઈ શુક્લ તથા ભાજપ પ્રદેશ કારોબારી મેમ્બર શ્રીમતી રેખાબેન રાવલ ની ઉપસ્થિતિ માં પુષ્પક ફોઉંડેશન (પ્રિસ્કૂલ -ડેકેર) ના ટ્રસ્ટી શ્રી આકાશ મિસ્ત્રી તથા શ્રી નવીનભાઈ રાઠોડ ના સહકાર થી વડીલો માટે નિઃશુલ્ક લાઇબ્રરી તથા રમત-ગમત ના સાધનો નું લોકાર્પણ કરવા માં આવ્યુ છે. જેનો વડીલો દરરોજ સાંજે ૫:૩૦ થી ૮:૦૦ કલાક દરમિયાન લાભ લઇ શકશે.