ગાંધીનગર

ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે ગાંધીનગરમાં GOLD એટીએમ મશીન ઉદ્ઘાટન

અત્યાર સુધી તમે રોકડ નાણા કે મિનરલ વોટરના ATM મશીન અંગે સાંભળ્યું હશે પરંતુ, હવે ગુજરાતમાં અને એ પણ ગાંધીનગરમાં GOLD એટીએમ પણ આવી ચૂક્યું છે. આજે શહેરના સેક્ટર-2માં બગીચા સામે ચાર્વેદ કોમ્પ્લેક્સમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રીમતિ રીટાબેન પટેલના વરદ હસ્તે GOLD એટીએમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના અગ્રણી શ્રી કેતનભાઈ પટેલ, ગોલ્ડસિક્કા લી. કંપનીના ચેરપર્સન શ્રીમતિ અંબિકા બર્મન, ડાયરેક્ટર શ્રી ગોપાલજી, મનાલી માર્કેટિંગના શ્રી ગિરીશ ઠક્કર, શ્રી પ્રિયંક ઠક્કર, શ્રી ભાવેશ ઠક્કર અને ભુપેન્દ્રભાઈ ઠક્કર સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.

GOLD એટીએમના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ રીટાબેન પટેલે જણાવ્યું હતું કે “આ એક સારી વ્યવસ્થા છે, આજના અક્ષય તૃતીયાના પાવન દિને આ શુભારંભ થયો છે જે ગાંધીનગરવાસીઓ માટે ઉપયોગી નિવડશે તેની મને ખાત્રી છે. આપણે ત્યાં સોના-ચાંદીનું ખુબ મહત્વ છે, વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવતી હોય છે. જોકે રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકતા નથી હોતા. પરંતુ હવે આ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે કારણ કે અહીં જે પ્રકારે એટીએમ શરુ કરાયું છે તેને કારણે વ્યક્તિ 24 કલાકમાં ગમે ત્યારે સોનુ અને ચાંદી ખરીદી શકશે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે આવનાર પેઢી માટે પણ હવે આ ખૂબ જ સરળ રહેશે કારણ કે ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે. અખાત્રીજ હોય કે ગુરુ પુષ્ય નક્ષત્ર હોય આવા દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે તેવા સમયે નાગરિકો સરળતાથી ખરીદી શકશે.”

આ પ્રસંગે મનાલી માર્કેટિંગના ગીરીશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે “આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારનું આ બીજું GOLD એટીએમ મશીન છે. અગાઉ ગોલ્ડસિક્કા કંપનીનું સુરતમાં ગોલ્ડ એટીએમ શરુ કરાયું છે અને હવે ગાંધીનગરમાં અમે ગોલ્ડ એટીએમ શરુ કર્યું છે. જેના થકી પાટનગરના નાગરિકોને ગમે તે સમયે સરળતાથી અને ઝડપથી સોના-ચાંદીના સિક્કાની પારદર્શી રીતે ખરીદી કરી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x