અમદાવાદ: કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં ચંડોળામાં મેગા ડિમોલિશન દરમિયાન નાસી છૂટેલા કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બોગસ દસ્તાવેજો કેવી રીતે બનાવતો હતો અને આમાં કોણ કોણ સામેલ હતું તેની તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી પિતા-પુત્રનું લલ્લા બિહારી અને ફતેહ મોહમ્મદ સાથે સંયુક્ત પૂછપરછ પણ કરવામાં આવશે. કોર્ટે સુનાવણી બાદ લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.