ગાંધીનગર

ગાંધીનગરમાં તસ્કરો બેફામ બન્યા : સે.-22 માં મેડિકલનાં તાળા તોડી રોકડ રકમ ચોરી કરીને તસ્કરો થયા ફરાર

ગાંધીનગર :
રાજયના પાટનગર એવા ગાંધીનગરમાં તસ્કરો એક પછી એક ઘરફોડ ચોરી કરીને તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાતના ૩:૨૦ મિનિટે શહેરના હાર્દસમા વિસ્તાર એવા સેકટર – 17/22 રોડ પરના સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં આવેલી આદર્શ મેડિકલ સ્ટોર્સના પણ તાળા તોડી અંદરથી 5000 થી વધુની રોકડ રકમની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલમાં આ મામલે ફરીયાદ મળૅતા સેકટર – 21 પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી તપાસનો દોર શરૂ કર્યો છે.
ગઈકાલે રાત્રે આદર્શ મેડિકલ માં શટરના તાળા તોડી તસ્કર દુકાનમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદમાં બિન્દાસ રીતે મોબાઇલની લાઈટ ચાલુ કરીને દુકાનના કાઉન્ટરનું ડ્રોઅર ખોલીને અંદરથી પાંચ હજારથી વધુની રોકડ ચોરી કરી હતી. આ ઘટના પણ સીસીટીવી માં કેદ થઈ ચૂકી છે. આજે સવારે નિત્યક્રમ મુજબ મેડિકલ સ્ટોર્સમાં ચોરી થયાનું માલુમ થતાં સેકટર – 21 પોલીસને જાણ કરાઈ હતી. જેનાં પગલે હાલમાં પોલીસે સ્થળ ઉપર પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે ગાંધીનગરનો ઘ – 5 સર્કલ વિસ્તાર ચારે દિશામાંથી સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો હોવા છતાં તસ્કરોએ નજીકના સ્વસ્તિક કોમ્પલેક્ષમાં આદર્શ મેડિકલ સ્ટોર્સના તાળા તોડી પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હોય તેવો ઘાટ ઘડાયો છે. આમ તો ગાંધીનગર શહેર સીસીટીવી કેમેરાનાં નેટવર્કથી ઘેરાયેલું છે છતાં ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો બેફામ બની રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x