લતા મંગેશકરે રાનુ મોન્ડલની પોપ્યુલારિટી પર કહ્યું, નકલ કરવાથી મળતી સફળતા લાંબો સમય ટકતી નથી. – Manzil News

લતા મંગેશકરે રાનુ મોન્ડલની પોપ્યુલારિટી પર કહ્યું, નકલ કરવાથી મળતી સફળતા લાંબો સમય ટકતી નથી.

બોલીવુડ :

રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું સોન્ગ ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈને ફેમસ થયેલ રાનુ મોન્ડલ હાલ ઘણા ચર્ચામાં છે. હિમેશ રેશમિયાએ તેમને તેની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’માં સોન્ગ ગાવાનો ચાન્સ આપ્યો છે. લતા મંગેશકરનું સોન્ગ ગાઈને આટલી પોપ્યુલારિટી મેળવનાર રાનુ માટે લતાજી એ તેમના રિએક્શન આપ્યા છે.

લતા મંગેશકરે કહ્યું કે, ‘જો મારાં નામ અને કામથી કોઈનું ભલું થતું હોય તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. પણ હું એવું પણ માનું છું કે નકલથી તમને લાંબા સમયની સફળતા નહીં મળે. મારાં સોન્ગ અથવા કિશોરદાના, રફી સાહેબ કે મુકેશ ભૈયા કે આશાના સોન્ગ ગાઈને હાલનાં ઉભરતા ગાયકો માત્ર થોડા સમય માટે જ અટેંશન મેળવી શકશે. પરંતુ તે લાંબા સમય સુધી ટકશે નહીં.’

લતાજીએ સલાહ આપતાં કહ્યું કે, ‘ઓરિજિનલ રહો. તમે મારાં કે મારાં સાથી કલાકારોના એવરગ્રીન સોન્ગને ગાઓ પણ અમુક સમય પછી ગાયકે ખુદના ગીતો ગાવા જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *