ગુજરાત

બાયડની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ, ભરતભાઈ પરમાર બિનહરીફ સરપંચ બન્યા

બાયડ: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયતે તેના વિભાજન પછીની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈને ઇતિહાસ રચ્યો છે. આ પંચાયતમાં ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી. અગાઉ કરેલી જાહેરાત મુજબ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતને વિકાસના કાર્યો માટે રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. ૯૫૩ મતદારો ધરાવતી આ પંચાયતના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરતભાઈ પરમાર અને અન્ય સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલથી ગામમાં વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *