ગાંધીનગર

ગાંધીનગરમાં CID ક્રાઇમ અને EOW ઓફિસ પર SMCના દરોડા

ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં ખળભળાટ મચાવનારી ઘટનામાં, ગાંધીનગર સ્થિત CID ક્રાઇમ અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ની ઓફિસો પર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ વડા (DGP)ના આદેશથી આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભ્રષ્ટાચારના મામલે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર પ્રકરણમાં એક PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર)ને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ દરોડા અને સસ્પેન્શનની કાર્યવાહી પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બની છે અને ભ્રષ્ટાચાર સામેની કડક નીતિનો સંકેત આપે છે. વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *