રાષ્ટ્રીય

NEET PG પરીક્ષા ૧૫ જૂનથી મુલતવી, હવે ૩ ઓગસ્ટે યોજાશે: સુપ્રીમ કોર્ટની મંજૂરી

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG) પરીક્ષા, જે અગાઉ ૧૫ જૂન, ૨૦૨૫ ના રોજ યોજાવાની હતી, તે હવે ૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ લેવાશે. સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) ને પરીક્ષા યોજવાની સમયમર્યાદા લંબાવવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ આ પરીક્ષા બે શિફ્ટમાં યોજાવાની હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યા બાદ તેને મુલતવી રાખવામાં આવી હતી.

ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે, “NBE ને પરીક્ષાની તારીખ માટે વધુ કોઈ સમયમર્યાદા આપવામાં આવશે નહીં,” એટલે કે તારીખ ફરીથી મુલતવી રાખી શકાશે નહીં. NBEMS એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે વધારાના કેન્દ્રો, નિરીક્ષકો, સુરક્ષા કર્મચારીઓ અને ટેકનિકલ વ્યવસ્થાની જરૂર પડશે. આ માટે NBEMS અને તેના ટેકનિકલ ભાગીદાર TCS એ ત્રીજી ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *