ગુજરાત

વિસાવદર અને કડી પેટાચૂંટણીના પરિણામો આજે: ત્રિપાંખીયા જંગ પર નજર

જૂનાગઢ: ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

વિસાવદર બેઠક પર ૫૬.૮૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું, અને તેની મતગણતરી જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે હાથ ધરાઈ રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ ૬૦થી વધુ કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ૨ DySP, ૧૧ PI, ૧૩ PSI સહિત ૨૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે, અને સમગ્ર પ્રક્રિયાનું CCTV મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. સૌપ્રથમ બેલેટ પેપર, બાદમાં EVMની મતગણતરી થશે. વિસાવદર બેઠકના ૨૯૪ બૂથની ગણતરી ૧૪ ટેબલ પર ૨૧ રાઉન્ડમાં પૂર્ણ કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *