ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી ૩ કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદ: હવામાન વિભાગે આજે સવારે સાત વાગ્યે જારી કરેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાકમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ આગાહી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને વલસાડ જિલ્લાઓ માટે કરવામાં આવી છે. આ સંભવિત વરસાદ અને ભારે પવનને ધ્યાનમાં રાખીને, સંબંધિત જિલ્લાઓના નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતો અને બહાર કામ કરતા લોકોને સાવચેતી વર્તવા અનુરોધ કરાયો છે.